IPL 2018: રાયડૂએ ફટકારી IPL કરિયરની પ્રથમ સદી, બનાવ્યા આ રેકોર્ડ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 May 2018 08:17 PM (IST)
1
રાયડૂ આઈપીએલની ચાલુ સીઝનમાં સદી ફટકારનારો બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. ચેન્નાઈ વતી ચાલુ સીઝનમાં સદી ફટકારનારો તે બીજો ખેલાડી બન્યો છે. આ પહેલા શેન વોટસને સદી ફટકારી હતી.
2
રાયડૂએ સદી ફટકારવાની સાથે જ આઈપીએલ કરિયરમાં પ્રથમ વખત સીઝનમાં 500 રનનો સ્કોર પાર કર્યો છે. રાયડૂ 12 મેચમાં એક સદીની મદદથી 152.85 રનના સ્ટ્રાઇક રેટથી 535 રન બનાવી ચુક્યો છે.
3
રાયડૂએ શેન વોટસન સાથે મળીને પ્રથમ વિકેટ માટે 134 રનની ભાગીદારી કરી હતી. જે ચેન્નાઈ વતી ચાલુ આઈપીએલ સીઝનની સર્વશ્રેષ્ઠ પાર્ટનરશિપ છે.
4
પુણેઃ રવિવારે સાંજે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર અંબાતી રાયડૂએ સદી ફટકારી ટીમને જીત અપાવી હતી. રાયડૂની આઈપીએલ કરિયરની આ પ્રથમ સદી હતી. આ ઉપરાંત ચાલુ સીઝનમાં સદી ફટકારનારો તે ચોથો બેટ્સમેન બન્યો છે.