વિરાટ કોહલીએ આઈપીએલમાં તોડ્યો આ રેકોર્ડ, જાણો પહેલાં ક્યા ભારતીય ક્રિકેટરના નામે હતો રેકોર્ડ?
ઉલ્લેખનીય છે કે આઈપીએલમાં રોજ એક નવો રેકોર્ડ જોવા મળે છે. જેમાં સૌથી વધુ રન, સૌથી વધુ વિકેટ, સૌથી વધુ કેચ આવા અલગ-અલગ રેકોર્ડ જોવા મળે છે. સૌથી વધુ રન બનાવવામાં ટોચને ત્રણેય ખેલાડી ભારતના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત આઈપીલમાં વિરાટ કોહલી અને સુરશ રૈના પછી ત્રીજા નંબરે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન રોહિત શર્માનો છે. રોહિત શર્માએ 4345 રન બનાવ્યા છે. ચોથા નંબરે ગૌતમ ગંભીર છે આઈપીએલમાં તેણે 4210 રન બનાવ્યા છે. જ્યારે પાંચમાં નંબરે ડેવિડ વોર્નર છે. તેણે 2014 રન બનાવ્યા છે.
વિરાટ કોહલીના નામે આઈપીએલમાં 153 મેચની 145 ઈનિંગ્સમાં 4619 રન બનાવ્યા છે. જ્યારે રૈનાએ 163 મેચની 159 ઈનિંગ્સમાં 4558 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 2008થી 2018 સુધીની આઈપીએલમાં આરસીબી માટે રમે છે. તેની બેટિંગ એવરેજ 38017 અને 130.33ની સ્ટાઈક રેટ છે. જ્યારે રૈનાની 33.76 એવરેજ અને 138.83ની સ્ટાઈક રેટથી રન બનાવ્યા છે.
પરંતુ વિરાટ કોહલીને એ વાતનો બહુ જ અફસોસ છે કે તેની ટીમે સારી શરૂઆત કરી હોવા છતાં પણ મુંબઈ ઈન્ડિયન્સ સામે પરાજનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીને જ્યારે સિઝનમાં પણ સૌથી વધારે રન બનાવવા પર ઓરેંજ કેપ મળી તો પણ તે ખુશ જોવા મળ્યો નહતો.
રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો કેપ્ટન વિરાટ કોહલી આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ મેચમાં કોહલીએ શાનદાર 92 રન બનાવ્યા હતા. આ સાથે જ કોહલીએ સુરેશ રૈનાને પાછળ મૂકીને આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો હતો અને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
મુંબઈ: મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં મુંબઈ ઈન્ડિયન્સનો વિજય હતો. જોકે વિરાટ કોહલીએ 92 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. આ સાથે વિરાટ કોહલી આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -