Virat Kohli Reaction: આઇપીએલ 2021 (IPL 2021)માં ગઇકાલે કોલકત્તા નાઇટ રાઇડર્સના હાથે હારનો સામનો કરરવાની સાથે જ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરમાં વિરાટ કોહલીની કેપ્ટન ઇનિંગનો અંત થઇ ગયો. આઇપીએલની 11 સિઝનમાં આરબીસીની કમાન સંભાળનારા કોહલીએ આ દરમિયાન કેટલાય ઉતાર ચઢાવ જોયા, મેચ બાદ કોહલીએ કહ્યું કે તેને એક કેપ્ટન તરીકે ફ્રેન્ચાઇઝીને પોતાનુ 100 ટકા આપ્યુ. સાથે જ તેમને કહ્યું કે તે જ્યાં સુધી આઇપીએલમાં રમશે RCB માટે જ રમશે. કોહલીની કેપ્ટનશીપમાં RCBએ આઇપીએલમાં 140 મેચ રમી. જેમાંથી તેને 64 મેચોમાં જીત અને 69 મેચોમાં  હારનો સામનો કરવો પડ્યો. આ ઉપરાંત ચાર મેચ અનિર્ણીત રહી. 


મેચ બાદ કોહલીએ કહ્યું- હું આટલુ જ કહી શકુ છે કે મે RCB માટે હંમેશા મારુ બેસ્ટ આપવાની કોશિશ કરી છે. મને ખબર નથી કે બીજા લોકોનુ શુ માનવુ છે. જોકે હું એક વાત કહી શકુ છે કે મે દર વર્ષે કેપ્ટન તરીકે ફ્રેન્ચાઇઝીને પોતાનુ 120 ટકા કમિટમેન્ટ આપવાની કોશિશ કરી છે. સાથે જ કોહલીએ કહ્યું કે, આઇપીએલમાં હુ મારી જાતને બીજા ક્યાંય રમતો નથી જોવા માંગતો. દુનિયા ભલે કેટલીય વાતોને મુખ્ય માનતી હશે પરંતુ મારા માટે લૉયલ્ટીથી વધીને બીજુ કશુ જ નથી. ફ્રેન્ચાઇઝીએ હંમેશા મારા પર પોતાનો વિશ્વાસ  રાખ્યો  છે, અને જ્યાં સુધી આઇપીએલ રમીશ, RCB માટે  જ  રમીશ. 


હવે એક ખેલાડી તરીકે શરૂ કરીશ ઇનિંગ- 
વિરાટ કોહલીએ કહ્યું- મે RCB કેમ્પમાં એ રીતનુ કલ્ચર બનાવવાની કોશિશ કરી છે કે યુવા ખેલાડીઓ બેખોફ અને ખુદ પર વિશ્વાસ સાથે ક્રિકેટ રમી શકે. આ જ વસ્તુ મે ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે પણ કરી છે. સાથે  જ કોહલીએ કહ્યું- હવે હું એક ખેલાડી તરીકે પોતાનુ બેસ્ટ આપવાની કોશિશ કરીશ. આગામી ત્રણ વર્ષોમાં આપણે બધા સાથે મળીને RCBને એક રીતે તૈયાર કરીશુ, અને એવા લોકોને સામે લાવીશુ જે આ ફ્રેન્ચાઇઝીને આગામી સમયમાં લીડ કરી શકે. 


વિરાટ 13 વર્ષોથી ટ્રૉફી જીતવાનો પ્રયાસ કરી રહ્યો છે- 
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર  (RCB) ના હાર્યા બાદ એકવાર ફરીથી વિરાટ કોહલીની આઇપીએલ ટ્રૉફી જીતવાનુ સપનુ તુટી ગયુ છે. વિરાટ કોહલી છેલ્લા કેટલાય વર્ષોથી આ ટ્રૉફી જીતવાની કોશિશ કરી રહ્યો છે. આ ટીમે 3 વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, પરંતુ ટ્રૉફી જીતવામાં સફળ નથી થઇ શકી. હવે વિરાટ કોહલીએ વર્ષ 2021ની આઇપીએલની છેલ્લી કેપ્ટન તરીકેની મેચ પણ રમી લીધી છે, પરંતુ તેમાં પણ તે ફાઇનલમાં નથી  પહોંચી શક્યો.