મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, કપિલદેવની કરી બરોબરી
મે 2017માં ઝુલન મહિલા ક્રિકેટની સૌથી સફળ બોલર બની હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડે મેચમાં ભારતીય ટીમની મહિલા સ્ટાર બોલર ઝુલન ગોસ્વામીએ પોતાના નામે વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. ગોસ્વામી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મહિલા વન-ડે ક્રિકેટમાં 200 વિકેટ લેનારી પ્રથમ મહિલા બોલર બની ગઈ છે.
ઝુલણ ગોસ્વામીનો બેસ્ટ રેકોર્ડ 31 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. સાથે તેણે બે વખત 5 કે તેથી વધુ વિકેટ ઝડપી છે. જો કે ગોસ્વામીના નામે એક અણગમતો રેકોર્ડ પણ છે. તે સૌથી વધુ 17 વખત શૂન્ય પર આઉટ થનારી પ્રથમ મહિલા ક્રિકેટર છે.
ગોસ્વામીએ આ ઉપલબ્ધિ 166 મેચોની 165 ઈનિંગ્સ રમીને મેળવી છે. ગોસ્વામીએ ઓપનર લોરા વોલવાર્ડની વિકેટ ઝડપી આ વિક્રમ સ્થાપ્યો છે. એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં 200 વિકેટ લેવાનો રેકોર્ડ ભારતના પૂર્વ ક્રિકેટર કપિલ દેવે પણ બનાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -