IND vs AUS: 11 રનમાં 7 વિકેટ ગુમાવી ભારતે 85 વર્ષ જૂનો ઈતિહાસ બદલ્યો
1934માં ઇંગ્લેન્ડના હેડલી વેરિટીએ 47 રનમાં 7 વિકેટ ઝડપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્ટ્રેલિયાના લેફ્ટ આર્મ સ્પિનર ઓકીફે 6 વિકેટ ઝડપી હતી. ભારતની ધરતી પર વિદેશી લેફ્ટ આર્મ સ્પિનરનું છેલ્લા 13 વર્ષમાં બેસ્ટ પ્રદર્શન છે. 2004માં માઇકલ ક્લાર્કે 9 રનમાં 6 વિકેટ ઝડપી હતી.
105 રન ટીમ ઇન્ડિયાનો છેલ્લા નવ વર્ષમાં ઘરઆંગણે લોએસ્ટ સ્કોર છે. પહેલા 2008માં સાઉથ આફ્રિકા સામે અમદાવાદમાં ભારતની ટીમ 76 રનમાં આઉટ થઈ ગઈ હતી.
ટીમઇન્ડિયાએ અંતિમ 7 વિકેટ ફક્ત 11 રનમાં ગુમાવી દીધી હતી. ભારતીય ક્રિકેટના 85 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં પ્રથમ વખત આટલા ઓછા રનમાં 7 વિકેટ ગુમાવી છે. પહેલાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડ સામે 18 રનમાં 7 વિકેટનો હતો.
ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં દિવસના અંતે 4 વિકેટે 143 રન બનાવી લીધા છે. જેના કારણે બીજા દિવસના અંતે 298 રનથી આગળ છે.
પુણેઃ સ્ટીવ ઓકીફ (6/35)ના શાનદાર પ્રદર્શનને કારણે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે મહારાષ્ટ્ર ક્રિકેટ ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં જારી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે શુક્રવારે ભારતીય ટીમને માત્ર 105 રનમાં ઓલઆઉટ કરી દીધી હીતી. મેહમાન ટીમે ભારત વિરૂદ્ધ પોતાની પ્રતમ ઈનિંગના આધારે 155 રડની લીડ મેળવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -