નવી દિલ્હી: ઈંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડકપ ચાલી રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 19 મચો રમાઈ ચુકી છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના સહાયક કોચ રિકી પોન્ટિંગ માને છે કે ડેવિડ વર્નર વર્લ્ડ કપમાં સર્વાધિક રન બનાવી શકે છે. પોન્ટિંગે કહ્યું કે જો વર્નર પાકિસ્તાન સામેના શાનદાર પ્રદર્શનને યથાવત રાખશે તો તે વિશ્વકપનો સૌથી વધુ બનાવી શકે છે.



ઉલ્લેખયની છે કે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન રમાયેલી મેચમાં ડેવિડ વોર્નરે 109 બોલમાં 107 રનોની ઈનિંગ રમી હતી જેનાથી એક રોમાંચક મેચમાં 41 રનથી પાકિસ્તાનને હરાવ્યું હતું.



પોટિંગે કહ્યું કે, તેમણો પોતાનો હેડ-બ્રેક હટાલી લીધો છે. જેનાથી તેને વધુ આઝાદી મળી છે. જો વર્નર અન્ય મેચમાં પણ આ રીતે જ રમશે તો તે સૌથી વધુ રન પણ બનાવી શકે છે.

વર્નરે અત્યાર સુધી ચાર મેચમાં 85ની એવરેજથી 255 રન બનાવ્યા છે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવાર બાંગ્લાદેશના શાકિબ અલ હસન(260) છે. વર્લ્ડકપમાં આગામી મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો શનિવારે શ્રીલંકા સાથે થશે.