આ વિસ્ફોટક બેટ્સમેને કહ્યું- પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાનો યોગ્ય સમય છે, જાણો વિગત
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન અને દિગ્ગજ ક્રિકેટર એબી ડીવિલિયર્સે કહ્યું કે, ચાલુ વર્ષે પાકિસ્તાન સુપર લીગમાં મારા રમવાથી વિશ્વના અન્ય ક્રિકેટરોને પણ ત્યાં જઈ રમવાની પ્રેરણા મળશે. પાકિસ્તાન 2009માં શ્રીલંકાની ટીમની બસ પર આતંકી હુમલા બાદથી તમામ ઘરેલુ મેચ યુએઈમાં રમી રહ્યું છે. ડીવિલિયર્સ 9 અને 10 માર્ચે પીએસએલની લાહોરમાં બે મેચ રમશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનારા ડીવિલિયર્સે 114 ટેસ્ટમાં 50.66ની સરેરાશથી 8765 રન રન બનાવ્યા છે. જેમાં 22 સદી અને 46 અડધી સામેલ છે. જ્યારે 228 વન ડેમાં 53.50ની સરેરાશી 9577 રન બનાવ્યા છે. જેમાં 25 સદી અને 53 ફિફ્ટી પ સામેલ છે. 78 T20માં તેણે 26.12ની સરેરાશથી 1672 રન ફટકાર્યા છે.
તેણે એક કાર્યક્રમમાં કહ્યું કે, મને લાગે છે કે પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ફરી ધબકતું કરવાનો મોકો છે. હું થોડા વર્ષો પહેલાં ત્યાં રમવા નહોતો માંગતો, કારણકે અમે બધા ચિંતિત હતા પરંતુ મને લાગે છે કે હવે ત્યાં રમવાનો યોગ્ય સમય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -