✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Pics: આવતી કાલથી રિયોમાં રમતોનો મહાકુંભ, જાણો આ ઓલમ્પિકની ખાસ વાતો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Aug 2016 11:15 AM (IST)
1

બ્રાઝિલમાં ઓપનિંગ સેરેમનીનો સમય 5 ઓગસ્ટે રાત્રે 8 વગ્યે હશે. પણ ભારત બ્રાઝિલ કરતા સાડા આઠ કલાક આગળ હોવાથી અહીં શુક્રવારે 6 ઓગસ્ટે સવારે 4:30 વગ્યા હશે.

2

આ ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ખેલાડીઓ શું પહેરશે તે અંગે કોઈ ચોક્કસ જાણકારી મળી નથી. જો કે સૂત્રોનું કહેવું છે કે મહિલા ખેલાડીઓ ક્રેપ કે શિફોનની ભારતના ધ્વજના રંગની સાડી અને અચકન બ્લાઉઝ અને કેસરી કલરનો ચાંલ્લો કરશે. જ્યારે પુરૂષ ખેલાડીઓ આઈવરી કલરનું બંધગલા જેમાં છાતીના ભાગ પાસે એક ધ્વજ હશે અને નીચે જોધપુરી પહેર્યું હશે.

3

નવી દિલ્લી: ભારતીય સમય મુજબ શનિવારે સવારે 4:30 વાગ્યે રિયોમાં ઓલમ્પિક ગેમ્સની શરૂઆત થશે. ઓલમ્પિકમાં વિશ્વના 206થી વધારે દેશોના 11000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. આ ઓલમ્પિકમાં કુલ 28 રમતોને આવરી લેવામાં આવી છે.

4

ઓલમ્પિક ગેમ્સની ઓપનિંગ સેરેમની રિયોના ઐતિહાસિક મારાકાના સ્ટેડિયમમાં થશે. આ સ્ટેડિયમમાં 75000 દર્શકોનો સમાવેશ થઈ શકે છે.

5

આ ઓપનિંગ સેરેમનીની મેગા ઈવેન્ટને ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સની 8 ચેનલ્સ પર ટેલિકાસ્ટ કરાશે.

6

આ સેરેમનીને ઓનલાઈન StarSports.com અને હોટ સ્ટાર પર જોઈ શકાશે.

7

આ વખતે ઓપનિંગ સેરેમનીમાં પરેડમાં ભારતના ધ્વજ સાથે આપણું નેતૃત્વ શૂટર અભિનવ બિંદ્રા કરશે. અભિનવ બિંદ્રા માટે આ ઓલમ્પિકની ચોથી સિઝન છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • Pics: આવતી કાલથી રિયોમાં રમતોનો મહાકુંભ, જાણો આ ઓલમ્પિકની ખાસ વાતો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.