રીષભ પંતે એડિલેડ ટેસ્ટમાં કર્યુ અદભૂત કારનામુ, બેટિંગ નહીં પણ આ મામલે એબી ડિવિલિયર્સની રેકોર્ડની કરી બરાબરી
આની સાથે જ રીષભ પંતે વિકેટકીપર તરીકે એબી ડિવિલિયર્સ અને જેક રસેલના 11 કેચ પકડવાના રેકોર્ડની બરાબરી કરી લીધી. ખાસ વાત એ છે કે આ બન્નેએ જોહાનિસબર્ગમાં જ 11-11 કેચ પકડ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાઉથ આફ્રિકાના દિગ્ગજ એબી ડિવિલિયર્સે 2013માં જોહાનિસબર્ગના મેદાનમાં પાકિસ્તાન સામે 11 કેચ પકડ્યા હતા. ઇંગ્લેન્ડના ખેલાડી જેક રસેલે પણ વર્ષ 1995માં જોહાનિસબર્ગના મેદાનમાં સાઉથ આફ્રિકા સામે 11 કેચ પકડ્યા હતા.
હવે આ લિસ્ટમાં ભારતના યુવા વિકેટકીપર રીષભ પંતે પણ નામ નોંધાવ્યુ છે, ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ એડિલેડ ટેસ્ટમાં સ્ટમ્પ્સની પાછળ કુલ 11 કેચ પકડ્યા છે.
રીષભ પંતે સોમવારે ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં મિશેલ સ્ટાર્કનો કેપ પકડતાં જ તેના એક ટેસ્ટમાં કુલ 11 કેચ પુરા થયા હતા. તેને કાંગારુઓની પહેલી ઇનિંગમાં 6 અને બીજી ઇનિંગમાં 5 કેચ પકડ્યા હતા.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રીષભ પંતે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ધમાકેદાર શરૂઆત કરી છે. 21 વર્ષના પંતે પોતાની બેટિંગથી નહીં પણ સ્ટમ્પની પાછળ ખાસ કારનામું કર્યુ છે, પંતે એડિલેડ ટેસ્ટમાં કુલ 11 કેચ પકડીને એબી ડિવિલિયર્સ જેવા મહાન ખેલાડીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -