વર્લ્ડકપ માટે જ્યારે ટીમનું સિલેક્શન કરવામાં આવ્યુ હતુ ત્યારે પસંદગીકારોએ પંતને નજરઅંદાજ કર્યો હતો. જોકે, 21 વર્ષીય પંત શરૂઆતમાં પ્લેઇંગ ઇલેવનમાં સિલેક્ટ નથી થાય કેમકે ધવન પર અંતિમ નિર્ણય લીધા બાદ જ તેને મોકો મળવાની સંભાવના છે.
આ અગાઉ ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસને પણ પંતને ટીમમાં તાત્કિલક ધોરણે સમાવવાની વકીલાત કરી હતી.
ઓસ્ટ્રેલિયા સામે કૂલ્ટર નાઇલનો દડો વાગતા ધવન ફિલ્ડિંગમાં પણ ન હતો આવી શક્યો, તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને મેદાનમાં મોકલવામાં આવ્યો હતો.