ઓસ્કોર વિજેતા અભિનેતાને કોર્ટે ખખડાવી નાંખીને શું કર્યો આદેશ ? જાણો વિગત
કેવિનના વકીલે એવી દલીલ કરી હતી કે મારો અસીલ ઓસ્કાર વિજેતા અભિનેતા છે એટલે એને કોર્ટમાં હાજર રહેવાની જવાબદારીમાંથી મુક્તિ આપવામાં આવે. પરંતુ નામદાર જજે આ વિનંતી સ્વીકારી નહોતી અને વકીલને પણ ખખડાવી નાખ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગાઉ ડિસેંબરના છેલ્લા સપ્તાહમાં કેવિને સોશ્યલ મિડિયા પર એવો દાવો કર્યો હતો કે તમે (એટલે કે કેવિનના લાખ્ખો ફેન્સ ) મારા જવાબની પ્રતીક્ષા કરજો. સત્યને સ્વીકારજો. મારા પરનો આક્ષેપ ખોટો છે એ હું પુરવાર કરી આપીશ. આ સંદર્ભમાં કોર્ટે એને સમન્સ મોકલ્યું હતું કે સાતમી જાન્યુઆરીની સુનાવણીમાં હાજર થજો. એના વતી હાજર રહેલા એના વકીલે કેવિનને હાજરી આપવામાંથી મુક્તિ આપવાની અરજી કરી હતી.
લોસ એંજલ્સ: અમેરિકાની એક કોર્ટના જજે ઓસ્કાર વિજેતા અભિનેતા કેવિન સ્પાસીને ખખડાવી નાખતાં એના વકીલને કહ્યું હતું કે તમારા અસીલ પર જાતીય ગેરવર્તનનો આક્ષેપ છે. એણે કોર્ટમાં હાજર થવું પડશે. 'ઓસ્કાર વિજેતા હોય તો શું થયું ? એમના પર જાતીય ગેરવર્તનનો આક્ષેપ છે અને કોર્ટની સુનાવણીમાં સાતમી જાન્યુઆરીએ એણે હાજર રહેવું પડશે...' એવી ચેતવણી આપતાં નાન્ટુકેટ (મેસેચ્યુએટ્સ)ની કોર્ટના જજે કહ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -