રિપોર્ટ અનુસાર, શિખર ધવન હજુ સુધી વર્લ્ડકપમાંથી પુરેપુરો બહાર નથી થયો જેના કારણે પંતને ઇન્ડિયન ડ્રેસિંગ રૂમમાં જવાનો મોકો નથી મળ્યો, હાલમાં પંત માટે નૉ એન્ટ્રી લાગેલી છે.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ માટે સિલેક્ટ કરવામાં આવેલી ટીમમાં પંતને ના સમાવાતા ક્રિકેટ જગત બે ભાગમાં વહેંચાઇ ગયુ હતુ, એક વર્ગ તેને સમાવવાની માંગ કરતો હતો તો બીજો સિલેક્શન કમિટીના નિર્ણયને યોગ્ય ગણાવતો હતો.
નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કૂલ્ટર નાઇલનો બૉલ શિખર ધવનના ડાબા હાથના અંગૂઠામાં વાગતા તેને ફેક્ટર થયુ હતુ. મેચમાં ફિલ્ડીંગ કરવામાં પણ ધવન આવી શક્યો ન હતો. બાદમાં રિપોર્ટ આવ્યા કે ત્રણ અઠવાડિયા સુધી ટીમથી દુર રહેવું પડશે.