મુંબઈ: પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાને ઑસ્ટ્રેલિયા સામમે 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત શુક્રવારે રાજકોટમાં ઓસ્ટ્રેલિયા સામે રમાનારી બીજી વનડે મેચમાંથી બહાર થઈ ગયો છે. પ્રથમ વન ડે દરિમયાન બેટિંગ કરતી વખતે ટીમ રિષભ પંતને માથામાં બોલ વાગ્યો હતો. જે બાદ તે વિકેટકિપિંગ માટે મેદાનમાં નથી આવ્યો.


બીસીસીઆઈએ કહ્યું કે, પ્રથમ વનડેમાં બેટિંગ દરમિયાન ઈજા થયા બાદ રિષભ મેદાન પર નહતો દેખાયો. બાદમાં તેને રાતભર એક વિશેષજ્ઞની દેખરેખમાં રાખવામાં આવ્યો હતો. તેની હાલક સ્થિર છે અને તેના તમામ સ્કેન રિપોર્ટ બરાબર છે. પંતને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને તે હાલમાં બેંગલુરુ સ્થિત એનસીએમાં રિહેબિલિટેશનમાંથી પસાર થશે.
બોર્ડે એક નિવેદનમાં કહ્યું કે હાલમા તે માત્ર બીજી વનડેમાંથી જ બહાર થયો છે. અંતિમ વનડેમાં તે રમશે કે નહીં તેનો નિર્ણય રિહેબિલિટેશન પ્રોટોકોલ પૂરો થયા બાદ લવાશે. મેચના 44મી ઓવરમાં બેટિંગ કરતી વખતે પેટ કમિન્સની બોલ પંતના હેલમેટમાં વાગ્યો હતો. પંતે આ મેચમાં 32 બોલમાં 28 રન બનાવ્યા હતા.



પ્રથમ વનડેમાં પંતને ઈજા થતા રાહુલે વિકેટકિપિંગ સંભાળી હતી. બીજી વનડેમાં પણ રાહુલ જ વિકેટકીપરની ભૂમિકામાં નજર આવી શકે છે. પંતના સ્થાને ટીમ મનીષ પાંડે કે શિવમ દુબેને સ્થાન આપી શકી છે.