પંતે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ટીમમાં પરત આવીને સારું લાગ્યું હતું. પ્રેમ અને સમર્થન કરવા માટે તમારા બધાંનો આભાર. ભારત માતા કી જય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શનિવારે ઋષભ પંતનો એક ફોટો ટ્વિટ કર્યો હતો જેમાં તે ઓલ્ડ ટ્રેફોર્ડ પર ભારતીય ટીમનાં ડ્રેસમાં હતો.
ભારતીય ટીમનાં ઈન્સ્ટાગ્રામ પેજ પર એક અન્ય તસવીરમાં પંત પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને દિનેશ કાર્તિક સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. પંતની આ તસવીર જોઈને તેના ચાહકો ખુશ થઈ ગયા હતાં અને તેમણે કોમેન્ટ કરી હતી. એક યૂઝરે કોમેન્ટ કરી હતી કે, અમને તમારી પાસેથી સારા પ્રદર્શનની આશા છે. મોટાભાગનાં યૂઝર્સે પંતને શુભકામનાઓ પાઠવી હતી.
ઋષભ પંત ઓપનર શિખર ધવન ઈજાગ્રસ્ત થતાં ઈંગ્લેન્ડ પહોંચ્યો છે. ધવનને 9 જૂનનાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં અંગૂઠા પર ઈજા થઈ હતી. પહેલાં તેના ડાબા હાથમાં સોજો જોવા મળ્યો હતો. પરંતુ સ્કેનમાં સામે આવ્યું કે તેને ‘હેયરલાઇન ફ્રેક્ચર’ થયું છે.