રુડકીઃ ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત તેની બહેનના કેફેના ઉદ્ઘાટન માટે રુડકી આવ્યો હતો. આ દરમિયાન તેણે ટીમમાં તેના પરફોર્મન્સ અને મહેન્દ્ર સિંહ ધોનીને લઇ પૂછવામાં આવેલા સવાલના જવાબ આપ્યા હતા. ઉપરાંત તેણે ફેન્સ સાથે સેલ્ફી પણ પડાવી હતી.


ધોની સાથે સરખામણીનો પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતા પંતે જણાવ્યું કે, ધોની છેલ્લા 15 વર્ષથી ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેથી મહેન્દ્ર સિંહ ધોની ટીમનો હીરો છે. એક ખેલાડી તરીકે હું આ અંગે વધારે વિચારતો નથી. હું તેની પાસેથી શીખવા માંગુ છું. તે એક દંતકથા છે અને લોકો મારી તેની સાથે સરખામણી કરે તેમ નથી ઈચ્છતો. હું તેની ઘણી નજીક છું, હું મેદાન પર તથા બહાર કેવી રીતે મારી રમતમાં સુધારો લાવી શકું તે અંગે સતત વાતચીત કરતો રહું છું.

વર્લ્ડ કપમાં કોહલી રનનો ધોધ વહાવશે તો ભારતને ચેમ્પિયન બનતાં કોઈ નહીં રોકી શકે, જાણો વિગત

આ દરમિયાન તેણે લોકસભા ચૂંટણીમાં લોકોને વોટ આપવાની અપીલ પણ કરી હતી.પંતે કહ્યું કે, લોકોએ મોટી સંખ્યામાં મતદાન કેન્દ્રો પર પહોંચીને મતદાન કરવું જોઈએ. દિલ્હીમાં લોકોને વોટ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે ચૂંટણી પંચે રિષભ પંતને એમ્બેસેડર બનાવ્યો છે.