22 વર્ષના પંતે શુક્રવારે પોતાની ગર્લફ્રેન્ડ ઇશા નેગી સાથે પોતાની એક તસવીર પોસ્ટ કરી, જેને કેપ્શન આપ્યું- ‘જ્યારે હું તારી સાથે હોવ છું ત્યારે મને સારું લાગે છે.’
ઇશાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું- ‘આ 5મું વર્ષ....’ લખીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. રિષપ પંતે વિતેલા વર્ષે 16 જાન્યુઆરીએ પ્રથમ વખત પોતાની આ ખાસ મિત્રની સાથે પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી.
ઇશા નેગી દિલ્હીની એક ઉદ્યમી અને ઇન્ટીરિયર ડેકોર ડિઝાઈનર છે. ઇશા નવી દિલ્હી સ્થિત કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરીની પૂર્વ વિદ્યાર્થીની છે અને તેણે એમિટી યૂનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું છે. પંતે આ પહેલા એમએસ ધોની સાથે ક્રિસમસ ઉજવણીની એક તસવીર પોસ્ટ કરી હતી.