ઉલ્લેખનીય છે કે, 23 વર્ષીય રિષભ પંત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની ટેસ્ટમાં 97 રનની ઈનિંન અને બ્રિસ્બેનમાં અણનમ 89 રનની મેચ વિનિંગ ઈનિંગ માટે નોમિનેટ થયો હતો. જ્યારે જો રૂટ શ્રીલંકા વિરુદ્ધ સીરિઝમાં એક બેવડી સદી અને એક સદી નોંધવાતા તેને સામેલ કરવામાં આવ્યો હતો.
આઈસીસી પહેલીવાર મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડી માટે પુરસ્કારની શરુઆત કરી છે. તેમાં આઈસીસીએ જાન્યુઆરી મહિના માટે ભારતીય વિકેટકીપર રિષભ પંત, ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ અને આયરલેન્ડના પોલ સ્ટર્લિંગને નોમિનેટ કર્યા હતા.