નવી દિલ્હી: ભારત-બાંગ્લાદેશ વચ્ચે આજે નવી દિલ્હીમાં 3 મેચની ટી- 20 સીરિઝની પ્રથમ મેચ રમાવાની છે. આ સીરીઝમાં કોહલીને આરામ આપવામાં આવ્યો છે. ટીમની આગેવાની રોહિત શર્મા સંભાળશે. ટી-20 સીરીઝની પ્રથમ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડીયમમાં રમાશે. આ મેચમાં રોહિત શર્મા વિરાટ કોહલીનો એક રેકોર્ડ તોડી શકે છે.

આ મેચમાં રોહિત શર્મા 8 રન બનાવશે તો વિરાટ કોહલીનો ટી-20 મેચમાં સૌથી વધુ રનનો રેકોર્ડ તોડી નાખશે. હાલ વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.

ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં 67 ઇનિંગમાં 2450 રન સાથે કોહલી પ્રથમ ક્રમે છે. 90 ઈનિંગમાં 2443 રન સાથે રોહિત શર્મા બીજા ક્રમ પ છે. 76 ઈનિંગમાં 2285 રન સાથે ન્યૂઝિલેન્ડનો ગપ્ટીલ ત્રીજા ક્રમે છે. 104 ઈનિંગમાં 2263 રન સાથે પાકિસ્તાનનો શોએબ મલિક ચોથા ક્રમે છે. ન્યૂઝિલેન્ડનો મેક્કુલમ 70 ઈનિંગમાં 2140 રન સાથે પાંચમાં ક્રમે છે.