નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે, આવતીકાલે ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ ટી20 મેચ રમવા મેદાને ઉતરશે. આ પહેલા એક તસવીર સામે આવી છે. જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી એકસાથે પ્રેક્ટિસ કરતાં દેખાઇ રહ્યાં છે. આ તસવીર બીસીસીઆઇએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી શેર કરી છે.

આવતીકાલથી 3 ટી20 મેચની સીરીઝ શરૂ થવાની છે. આ પહેલા ભારતીય ટીમે ફ્લૉરિડાના મેદાન પર પ્રેક્ટિસ કરી હતી. પ્રેક્ટિસ દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ સાથે ફૂટબૉલ રમતા દેખાયા હતા.


ફ્લૉરિડાના મેદાન પર વિરાટ કોહલીની સાથે રોહિત શર્માની સાથે દીપક ચહર, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા સહિતના ખેલાડીઓ ફૂટબૉલ રમતાં દેખાયા હતા.



નોંધનીય છે કે આ પહેલા કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા વચ્ચે અણબનાવના રિપોર્ટ સામે આવ્યા હતા. જોકે કોહલીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને વિવાદોને ફગાવી દીધા હતા.