રોહિત શર્માએ તોડ્યો આફ્રિદીનો રેકોર્ડ,વન ડેમાં સૌથી ઝડપી 200 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો
સૌથી ઓછી ઈનિંગમાં 200 સિક્સ સુધી પહોંચવાના મામલામાં રોહિત, અફરીદી બાદ એબી ડિવિલિયર્સ છે. ચોથા નંબર પર બ્રેન્ડન મેક્કુલમ અને પાંચમાં ક્રમે ક્રિસ ગેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅફરીદીએ અહીં સુધી પહોંચવા માટે 195 ઈનિંગ રમી હતી, જ્યારે રોહિતે 187મી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. મહત્વનું છે કે એક મેચ પહેલા જ 162 રનની ઈનિંગ રમનાર રોહિત શર્માએ સિક્સ ફટકારવાના મામલામાં દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરને પાછળ છોડ્યો હતો. રોહિત શર્માએ 137 બોલની ઈનિંગમાં 20 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ તેના નામે કુલ 198 સિક્સ થઈ હતી.
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ સામે અંતિમ વનડેમાં રોહિત શર્માએ 63 રન ફટકાર્યા હતા જેમં તેણે 4 સિક્સ મારી હતી. રોહિત શર્માએ બીજી સિક્સર ફટકારતા જ વનડે ક્રિકેટનો વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત વનડે કેરિયરની આ 200મી સિક્સ હતી. આ સાથે તે વનડેમાં સૌથી ઝડપી 200 સિક્સ ફટકારનો બેટ્સમેન બની ગયો છે. તેણે પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ અફરીદીને પાછળ છોડી દીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -