કેપ્ટન તરીકે રોહિત શર્માએ કર્યું આ કારનામું, ધોની-કોહલી પણ નથી બનાવી શક્યા રેકોર્ડ
રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતે 2017માં કટકમાં રમાયેલી મેચમાં શ્રીલંકાને 93 રનથી હાર આપી હતી. જે બાદ બીજી વખત પણ શ્રીલંકાને 88 રનથી હાર આપી હતી. ત્રીજી વખત મુંબઈમાં પણ શ્રીલંકા સામે રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાની 5 વિકેટથી જીત થઈ હતી. જ્યારે રવિવારે 24 ફેબ્રુઆરી 2018ના રોજ ચોથી વખત રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હાર આપી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાનના મિસબાસ ઉલ હક, શાહિદ આફ્રિદી અન સરફરાઝ અહમદ આ સિદ્ધી મેળવી ચૂક્યા છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને યજમાન સાઉથ આફ્રિકાને કેપટાઉનમાં રમાયેલી ટી-20 સીરિઝના નિર્ણાયક મુકાબલામાં 7 રનથી હરાવીને સીરિઝ 2-1થી પોતાના નામે કરી લીધી હતી. આ મહત્વની મેચમાં ભારતના સ્ટાર ઓપનર રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી.
રોહિત શર્માની સાથે આ લિસ્ટમાં સામેલ તમામ પાંચ કેપ્ટન એશિયન છે. આ બધાએ તેમની ટીમોને પ્રથમ ચાર ટી-20 મેચમાં કેપ્તન તરીકે જીત અપાવી હતી.
કેપટાઉનમાં મળેલી આ રોમાંચક જીત બાદ રોહિત શર્માએ કેપ્ટન તરીકે મોટી સિદ્ધિ પણ મેળવી છે. રોહિત શર્મા કેપ્ટન તરીકે પ્રથમ ચાર ટી-20 મેચ જીતનારો ભારતનો પ્રથમ અને વિશ્વનો છઠ્ઠો કેપ્ટન બની ગયો છે.
શ્રીલંકાના કુમાર સંગાકારા અને લસિથ મલિંગા પણ પ્રથમ ચાર ટી-20 મેચમાં તેમની ટીમને જીત અપાવી ચૂક્યા છે.
ટી-20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની કરતાં આ દુર્લભ રેકોર્ડ એમએસ ધોની અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ કેપ્ટન પણ કરી શક્યા નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -