Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
‘હિટમેન’ રોહિત શર્માએ T20માં સૌથી ઝડપી સદી ફટકારવાના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી
નવી દિલ્હીઃ ઇન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાના ‘હિટમેન’ રોહિત શર્માએ શ્રીલંકા સામે તૂફાની બેટિંગ કરતા 35 બોલમાં સદી ફટકારી દીધી હતી. તેની સાથેજ તેમણે આંતરરાષ્ટ્રીય ટી-20માં ડેવિડ મિલરની સૌથી ઝડપી સદીની બરાબરી કરી લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમને જણાવી દઈએ કે રોહિત શર્માની આ બીજી ટી-20 શતક છે. તેના પહેલા તેણે વર્ષ 2015માં સાઉથ આફ્રિકા સામે 106 રન બનાવ્યા હતા. રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ટી-20માં બે સદી મારનાર દુનિયાના પાંચમાં બેટ્સમેન બની ગયા છે.
તેના પહેલા ચાર બેટ્સમેનો આ રોકર્ડ બનાવી ચુક્યા છે. જેમાં ક્રિસ ગેલ, કોલિન મુનરો, ઈવિન લુઈસ, બ્રેંડન મેક્કુલમનો સમાવેશ થાય છે.
આફ્રિકી સ્ટાર ડેવિડ મિલરે બાંગ્લાદેશ સામે 35 બોલમાં સદી ફટકારી હતી. રોહિત શર્માએ 43 બોલમાં 118 રન બનાવ્યા હતા. જેમાં 12 ચોક્કા અને 10 છક્કા સામેલ હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -