રોહિત શર્માની આગળ ગેઈલ પણ ફેલ, બનાવ્યા આ મોટા-મોટા રેકોર્ડ્સ
આટલું જ નહીં રોહિતે માત્ર 2017માં જ શ્રીલંકા સામે દરેક ફોર્મેટમાં કુલ 38 સિક્સર મારી છે. જે કોઇપણ બેટ્સમેન દ્વારા એક ટીમ વિરૂદ્ધ ફટકારેલા સિક્સર્સનો વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા ક્રિસ ગેઇલે 2012માં ન્યૂઝિલેન્ડ વિરૂદ્ધ દરેક ફોર્મેટમાં 33 સિક્સર્સ ફટકારી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોહિતે આ વર્ષે ટેસ્ટ, વન ડે અને ટી20માં કુલ 65 સિક્સર્સ ફટકારી છે. તેણે 21 વનડેમાં 1293 રન બનાવ્યાં. આ દરમિયાન તેણે 6 સેન્ચ્યુરી અને 5 હાફ સેન્ચ્યુરી લગાવી હતી. જેમાં 46 સિક્સર્સનો સમાવેશ થાય છે.
વન ડે સીરિઝમાં બેવડી સદી અને પછી ટી20 સીરિઝના બીજા મુકાબલામાં માત્ર 35 બોલમાં સૌથી ઝડપી શતકના ડેવિડ મિલરના રેકોર્ડની બરાબરી કરી હતી. હવે ત્રીજી ટી20 મેચમાં ફરી રોહિત શર્માએ અનોખો રેકોર્ડ બનાવ્યો છે.
ત્રીજા ટી20માં 1 કેલેન્ડર યરમાં સૌથી વધારે છગ્ગા લગાવવાનો રેકોર્ડ તેણે તોડ્યો છે. મુંબઇમાં રમાઇ રહેલી સીરિઝના અંતિમ મુકાબલામાં રોહિત શર્માએ 20 બોલમાં 4 છગ્ગા અને 1 છગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતાં. આ ઇનિંગમાં તેણે એક સિક્સરની મદદથી તેણે વેસ્ટઇન્ડિઝના ક્રિસ ગેઇલનો 64 સિક્સરનો રેકોર્ડ પણ તોડ્યો હતો.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા અને શ્રીલંકાની વચ્ચે રરિવાલે મુંબઈના વાનખેડેમાં રમવામાં આવેલ ત્રીજી ટી20માં કેપ્ટન રોહિત શર્માએ ભલે મોટો સ્કોર ન કર્યો હોય પરંતુ 20 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 27 રન બનાવીને આઉટ થયા, પરંતુ તેમ છતાં અનેક રેકોર્ડ તેણે પોતાના નામે કર્યા. આવો જાણીએ રોહિતના રેકોર્ડ્સ વિશે જે તેણે શ્રીલંકા સીરિઝ દરમિયાન બનાવ્યા....
- - - - - - - - - Advertisement - - - - - - - - -