નવી દિલ્હી: રોહિત શર્માએ રાજકોટમાં રમાયેલી ટી20 મેચમાં ભારતને શાનદાર જીત અપાવી હતી. રોહિત શર્માના આક્રમક 85 રનની મદદથી ભારતે બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની ટી20 સીરીઝ 1-1થી બરાબરી કરી લીધી છે. હવે 10 નવેમ્બરે નાગપુરમાં રમાનારી ત્રીજી મેચ નિર્ણાયક બની ગઈ છે.
પોતાની આ રેકોર્ડ ઈનિંગના કારણે રોહિત શર્માએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિત શર્માએ પોતાની 85 રનની ઈનિંગમાં 6 સિક્સર ફટકારી હતી. આ સાથે જ રોહિત શર્મા આ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સર ફટકારનારો ખેલાડી બની ગયો છે.
રોહિત શર્માએ આ વર્ષે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કુલ મળી 66 સિક્સ લગાવી છે. ખાસ વાત એ છે કે તેણે આ રેકોર્ડ સતત ત્રીજા વર્ષે બનાવ્યો છે. આ પહેલા 2017 અને 2018માં પણ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારો બેટ્સેમેન બન્યો હતો.
આ સાથે રોહિત શર્માએ અન્ય એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. રોહિત ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 મેચ રમનાર દુનિયાનો બીજો પુરૂષ ક્રિકેટર બની ગયો છે. આ પહેલા શોએબ મલિક એક માત્ર ક્રિકેટર છે જેણે 100થી વધારે ટી20 મેચ રમી છે. તેના નામે 111 મેચ છે.
રોહિત શર્માએ બનાવ્યો સિક્સરનો અનોખો રેકોર્ડ, જાણો વિગત
abpasmita.in
Updated at:
08 Nov 2019 04:48 PM (IST)
રોહિત શર્માએ રાજકોટમાં રમાયેલી ટી20 મેચમાં ભારતને શાનદાર જીત અપાવી હતી. રોહિત શર્માના આક્રમક 85 રનની મદદથી ભારતે બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -