રાહુલ અને રોહિતની જોડીએ પ્રથમ મેચમાં જ દેશની પોપ્યુલર ઑપનિંગ જોડી સચિન-ગાંગુલીને પાછળ મૂકી દીધા હતા. રોહિત રાહુલની ઑપનિંગ જોડીએ 100 કરતાં વધુ રન નોંધાવી અને પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્ડકપમાં નવો રેકોર્ડ નોંધાવ્યો હતો.
અગાઉ વર્ષ 1992ના વર્લ્ડ કપમાં જાડેજા- શ્રીકાંતની જોડીએ પાકિસ્તાન સામે 25 રનની ભાગીદારી નોંધાવી હતી, જ્યારે 1996ના વર્લ્ડ કપમાં સચિન- સિદ્ધુની જોડીએ 90 રનની ભાગીદારી નોંધાવી હતી. 1999ના વર્લ્ડકપમાં સચિન-સદગોપન રમેશે 37 રનની ભાગીદારી નોંધાવી હતી. જ્યારે સચિન-સહેવાગે 2011માં 48 રન તો રોહિત અને ધવને 2015માં 34 રનની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ રોહિત-રાહુલે 136 રનની ભાગીદારી નોંધાવી હતી.
પાકિસ્તાન સામે 100+ નોંધાવનાર ઑપનિંગ જોડીઃ જી ગ્રીની- ડી હેન્સ ઓવલ 1979, 132 રન, જી ફાઉલર- સી તવારે માન્ચેસ્ટર 1983, 115 રન, ડી હેન્સ- બી લારા, એમસીજી 1992- 175(અણનમ), આર સ્મિથ- એમ એથર્ટન, કરાચી, 1996, 147, ડેવિડ વોર્નર- એરોન ફિંચ, ટૈટન, 2019 146, રોહિત શર્મા-કે.એલ.રાહુલ,માન્ચેસ્ટર, 119