સૌથી વધુ 150થી વધુ રન બનાવવા ઉપરાંત મુંબઇ વનડેમાં રોહિતે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, બની ગયો વર્લ્ડ નંબર વન પ્લેયર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, રોહિતે વનડેમાં સાતમી વાર 150થી વધુનો સ્કૉર બનાવ્યો અને આ રીતે તેને પોતાના રેકોર્ડને મજબૂતી આપી. તેંદુલકર અને વોર્નરે પાંચ-પાંચ જ્યારે ક્રિસ ગેલ, હાશિમ અમલા, વિરાટ કોહલી અને સનથ જયસૂર્યાએ ચાર-ચાર વાર 150થી વધુનો સ્કૉર બનાવ્યો છે.
રોહિતે સ્લિપમાં પહેલા ખલીલ અહેમદના બૉલ પર સેમ્યુઅલ્સનો કેપ પકડ્યો અને ત્યારબાદ કુલદીપ યાદવની બૉલિંગમાં તેને ફેબિયન એલન અને એશલે નર્સનો કેચ પણ પકડ્યો. આવું આ પહેલા દુનિયાનો કોઇ ખેલાડી નથી કરી શક્યો.
રોહિતે શાનદાર બેટિંગ કરતાં 137 બૉલમાં 162 રનની ધારદાર ઇનિંગ રમી, આમાં 20 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગ બાદ રોહિતે ફિલ્ડીંગમાં પણ કમાલ કરતાં 3 કેચ પકડ્યા હતા. આની સાથે જ વનડેમાં 150થી વધુ રનથી વધુનો સ્કૉર અને ફિલ્ડર તરીકે (વિકેટકીપર નહીં) 3 કેચ પકડવા વાળો દુનિયાનો સૌથી પહેલો ખેલાડી બની ગયો છે.
નવી દિલ્હીઃ ગઇકાલે મુંબઇમાં રમાયેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડેમાં ભારતીય વિસ્ફોટક ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા. સૌથી વધુ 150 રનની ઇનિંગ રમવાનો રેકોર્ડ બનાવ્યો સાથે સચિનના સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ પણ તોડ્યો. જોકે, બધાની વચ્ચે હિટમેનનો એક ખાસ રેકોર્ડ પણ બન્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -