ઇન્ડિયા ચેમ્પિયન બન્યું છતાં રોહિત શર્મા કેમ ન આવ્યો મેદાન પર?, જાણો કારણ
અંતિમ ઓવમાં ડ્રેસિંગ રૂમમાં કેવો માહોલ હતો તેના પર રોહિત શર્માએ કહ્યું કે, મારા મગજમાં તો કાંઇ ચાલતુ નહોતું. જે કાંઇ ચાલતું હતું તે શંકર અને કાર્તિકના વચ્ચે ચાલી રહ્યું હતું. અમે તો ડ્રેસિંગ રૂમમાં બેઠા હતા પરંતુ ખૂબ સકારાત્મક હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિનેશ કાર્તિકને સાતમા નંબરે બેટિંગ કરવા મોકલવાના નિર્ણયને પણ યોગ્ય ઠેરવતા રોહિત શર્માએ કહ્યું કે, કાર્તિકના અનુભવ અને તેની પ્રતિભાને જોતા અમે આ નિર્ણય લીધો હતો અને તે સાચો સાબિત થયો હતો. જોકે, વિજય શંકર તેની પ્રતિભા અનુસાર આજે બેટિંગ કરી શક્યો નહોતો.
જ્યારે આખી દુનિયાની નજર બાંગ્લાદેશના બોલર સૌમ્ય સરકાર પર હતી ત્યારે રોહિત શર્મા ડ્રેસિંગ રૂમમાં જ હતો પરંતુ તેણે કાર્તિકની અંતિમ સિક્સ જોઇ નહોતી અને વિજય બાદ તરત જ મેદાન પર આવ્યો નહોતો.
રોહિતે કહ્યું કે, હું જાણતો હતો કે અંતિમ ઓવરમાં ભલે 12-15 રન બનાવવાના હોય પરંતુ વિશ્વના કોઇ પણ મહાન બેટ્સમેન પર તેનું દબાણ રહે છે. બાંગ્લાદેશને ઓછા સ્કોર પર રોકી વિજય મેળવવાને લઇને અમે આશ્વત હતા.
કાર્તિકના સિક્સ બાદ ભારતીય ડ્રેસિંગ રૂમમાં પણ આવો જ માહોલ હતો. જોકે, મેચ વિજય બાદ ભારતીય ખેલાડીઓ મેદાન પર ઉત્સાહ સાથે દોડી ગયા હતા પરંતુ રોહિત શર્મા મેદાન પર જોવા મળ્યો નહોતો. કાર્તિકે ફક્ત આઠ બોલમાં 29 રનની આક્રમક ઇનિંગ રમી દર્શકોના દિલ જીતી લીધા હતા.
કોલંબોઃ નિદહાસ ટી-20 સીરિઝની ફાઇનલમાં બાંગ્લાદેશને ચાર વિકેટે હરાવી ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની હતી. શ્વાસ થંભાવી દે તેવી આ મેચના અંતિમ બોલમાં જીતવા માટે પાંચ રનની જરૂર હતી પરંતુ દિનેશ કાર્તિકે જેવી સિક્સ ફટકારી કે ભારતીય ક્રિકેટ પ્રેમીઓ ઉજવણી કરવા લાગ્યા હતા.
વાસ્તવમાં પ્રેસ કોન્ફરન્સ બાદ રોહિત શર્માએ જણાવ્યું કે, તેણે અંતિમ બોલ પર કાર્તિકે ફટકારી સિક્સ જોઇ નહોતી. કારણ કે હું સુપર ઓવરની તૈયારીમાં લાગી ગયો હતો. હું પેડ બાંધવા માટે ચાલ્યો ગયો હતો. મને લાગ્યું કે, જો અંતિમ બોલ પર ચોગ્ગો વાગશે તો સુપર ઓવર હોવાના ચાન્સ છે. મે અંતિમ બોલ જોયો જ નહોતો. પરંતુ જે રીતે ડ્રેસિંગ રૂમમાં ઉજવણી શરૂ થઇ કે મને લાગ્યું કે, દિનેશ કાર્તિકે સિક્સ ફટકારી વિજય અપાવી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -