દિલ્હીની ટી20 મેચ રમતાની સાથે જ રોહિત શર્મા સૌથી વધુ ટી20 ઇન્ટરનેશનલ મેચો રમવાના મામલે ટૉપ પર પહોંચી ગયો છે. મહેન્દ્ર સિંહ ધોનીને 98 ટી20 મેચો રમી હતી, હવે રોહિત શર્માઆ આંકડો વટાવીને 99 ટી20 રમી ચૂક્યો છે.
રોહિત ધોનીને પાછળ પાડીને ભારત તરફથી સૌથી વધુ ટી20 રમનારો ખેલાડી બની ગયો છે. જોકે આ મામલે વર્લ્ડ લેવલે રોહિતે શાહિદ આફ્રિદીની બરાબરી કરી છે, આફ્રિદી પણ 99 ટી20 ઇન્ટરનેશનલ મેચો રમી ચૂક્યો છે. દુનિયામાં સૌથી વધુ ટી20 શોએબ મલિકએ 111 મેચો રમી છે.