અમેરિકા જવાનું સપનું જોતા ભારતીયો માટે Good News, ગ્રીન કાર્ડ ક્વોટા સિસ્ટમ.....
જો દેશ સંબંધિત ક્વોટા હટાવવામાં આવશે તો ભારતીય આઇટી ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થશે. જે મોટાંપાયે અહીં ભારતથી સ્કિલ્ડ પ્રોફેશનલ્સને પ્રોજેક્ટ્સ માટે મોકલે છે અને તે આના માટે ગ્રીન કાર્ડ પર નિર્ભર છે. કોંગ્રેસના રિસર્ચ સર્વિસ રિપોર્ટ અનુસાર, હાલમાં ખાસ કરીને ભારત અને એક હદ સુધી ચીન, ફિલિપીન્સના લોકોને અમેરિકામાં સિટિઝનશિપ મેળવવા માટે લાંબી રાહ જોવી પડે છે. અમેરિકન ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી એક્ટ વર્ષમાં પાંચ એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ એલપીઆર કેટેગરી હેઠળ 1,40,000 વિઝા આપે છે, જે નાણાકીય વર્ષ 2017માં સ્વીકાર કરવામાં આવેલા 11 લાખ એલપીઆરના 12 ટકા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ અમેરિકામાં ગ્રીન કાર્ડ જારી કરવામાં દેશના ક્વોટા ખ્તમ કરવાથી ભારત અને ચીનને ફાયદો ધવાની આશા છે. તેનાથી બન્ને દેશના લોકોને અમેરિકાની નાગરિકતા મળવાનો રસ્તો પણ સરળ થઈ જશે. આ વાત અમેરિકાની સંસદની વિશ્લેષણાત્મક અહેવાલમાં સામે આવી છે. ગ્રીન કાર્ડ એ સુવિધા છે જે મેળવને કોઈપણ વિદેશી નાગરિક કેટલીક શરતો સાથે અમેરિકામાં કાયમી રહી શકે છે અને ત્યાં કામ કરી શકે છે.
અમેરિકાની સંસદના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે પહેલેથી જ નક્કી તમામ દેશોના ક્વોટા ખતમ થવાથી અમેરિકન લેબર માર્કેટમાં ભેદભાવ ખતમ થશે, સાથે જ અમેરિકાની સિટિઝનશિપ મેળવવા માટે ભારતીયો અને ચીનના નાગરિકોની સંખ્યામાં પણ વધારો થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -