ઈરફાન અહમદે 13 જાન્યુઆરી 2014ના રોજ હોંગકોંગ અને સ્કૉટલેન્ડની મેચ, 17 જાન્યુઆરી 2014ના રોજ હોંગકોંગ-કેનેડા મેચ, 12 માર્ચ 2014ના રોજ ઝિમ્બાબ્વે વિરુદ્ધ મેચમાં ફિક્સિંગ અને પરિણામને પ્રભાવિત કરવા અંતર્ગત દોષી માનવામાં આવ્યા છે. આ ઉપરાંત અહમદે વર્ષ 2014માં થયેલી ICC વર્લ્ડ ટી20 ક્વૉલિફાયર મેચો ફિક્સ કરવા માટે પણ પૈસા લીધા. ઈરફાન 2016 ICC વર્લ્ડ ટી20 મેચોને પણ ફિક્સ કરવા માટે લાંચ લેવાનો દોષી જાહેર થયો છે.
હોંગકોંગની ટીમમાં ઑલરાઉન્ડર તરીકે રમતા ઈરફાને 6 વન-ડેમાં 8 વિકેટો લીધી છે અને 99 રન બનાવ્યા છે. આ ઉપરાંત તેણે 8 ટી20માં 76 રન અને 11 વિકેટો લીધી છે. પાકિસ્તાનના બહાવલપુરમાં પેદા થયેલો નદીમ અહમદ હોંગકોંગ તરફથી રમે છે. ડાબોડી સ્પિનર નદીમ 25 વન-ડેમાં 38 વિકેટો લીધી છે. તેણે 26 રન આપી 4 વિકેટો ઝડપી હતી જે તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. આ ઉપરાંત નદીમ 24 ટી20 મેચોમાં 25 વિકેટો લીધી છે.