નવી દિલ્હી: રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી વનડે સીરિમાં ભારતનો હિસ્સો નહોતો પરંતુ તેણે ભારત માટે ખાસ રેકોર્ડ બનાવ્યો છે. રોહિતે સતત આઠમાં વર્ષે ભારત માટે વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ રન બનાવ્યા છે.
રોહિત શર્માએ 19 જાન્યુઆરી 2020ના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેગ્લોરમાં 119 રન બનાવ્યા હતા. આ વર્ષે વનડે ઈન્ટરનેશનલમાં કોઈ ભારતીય બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલ આ સર્વાધિક સ્કોર છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં હાર્દિક પંડ્યાએ બનાવેલા 92 રન કોઈ ભારતીય બેટ્સમેનનો સર્વાધિક સ્કોર હતો.
રોહિત શર્માનો 8 વર્ષમાં હાઈએસ્ટ સ્કોર
2013- 209
2014- 264
2015- 150
2016- 171*
2017- 208*
2018- 152
2019- 159
2020- 119
બીસીસીઆઈએ રોહિત શર્માને હેમસ્ટ્રિંગના કારણે વનડે અને ટી20 મેચ સીરિઝમાં આરામ આપ્યો છે અને ટેસ્ટ સીરિઝમાં સામેલ કર્યો છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 ડિસેમ્બરથી ટેસ્ટ સીરિઝ શરુ થવાની છે.
ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ રમ્યા વગર રોહિત શર્માએ ભારત માટે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Dec 2020 09:29 PM (IST)
રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી વનડે સીરિમાં ભારતનો હિસ્સો નહોતો પરંતુ તેણે ભારત માટે ખાસ રેકોર્ડ બનાવ્યો છે.
તસ્વીર- AFP
- - - - - - - - - Advertisement - - - - - - - - -