નવી દિલ્હીઃ આઇસીસી ટી20માં કારમી હાર મળ્યા બાદ ભારતીય ટીમ અને મેનેજમેન્ટ સવાલોના ઘેરામા આવી ગયુ હતુ, કેટલાય સ્ટાર ખેલાડીઓ હોવા છતાં ટીમ શરૂઆતથી જ નબળુ પ્રદર્શન કરી રહી હતી, અને ગૃપ મેચોમાંથી જ બહાર નીકળી ગઇ હતી. કેપ્ટન કોહલી અને કૉચ શાસ્ત્રીની પર સવાલો ઉઠ્યા, અને હવે બન્નેનુ પદ છીનવાઇ ગયુ છે.  ટી20માં ભારતીય ટીમની કમાન કોહલીને હટાવીને રોહિત શર્માના હાથમાં આવી ગઇ છે, આ સાથે જ ટીમમાં નવા યુવાઓને મોકો આપવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે રમાનારી આગામી સીરીઝમાં ભારતીય ટીમ એકદમ નવી લાગશે. જુઓ...............


ભારતીય ટીમમાં રોહિત યુગની શરૂઆત થઇ ચૂકી છે, આ સાથે જ કોહલીના કેટલાય માનીતાઓને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાં ભારતની 16 ખેલાડીઓની સ્ક્વૉડની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમમાં નવા ખેલાડીઓ દેખાશે. 


ભારતીય ટીમ 17 નવેમ્બરથી ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની T20 સીરીઝ રમશે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મંગળવારે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. આ ટીમમાં ઘણા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શનના કારણે કેટલાક ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.


ભારતીય ટીમના હેડ કોચ નિમાયેલા રાહુલ દ્રવિડની આ પહેલી સીરિઝ છે ત્યારે દ્રવિડ ન્યુજીલેન્ડ સામે ‘ગુજરાતવાળી’ કરશે એવો સંકેત બોર્ડનાં સૂત્રોએ આપ્યો છે. આ ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્મા છે જ્યારે  કે.એલ. રાહુલ ટીમનો વાઇસ કેપ્ટન છે. દ્રવિડ રોહિત શર્મા અને રાહુલને બાદ કરતાં બાકીના તમામ નવા ખેલાડીને રમાડવા માગે છે. વર્લ્ડ કપમાં રમનારા કેટલાક અપવાદને બાદ કરતાં બાકીના નવા ખેલાડી હશે. ટીમના 11 ખેલાડીમાંથી 7 નવા ચહેરા હશે એવો દાવો કરાઈ રહ્યો ચે.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે ન્યુઝીલેન્ડ સામેની ટી-20 સીરિઝમાં રાહુલ સાથે વેંકટેશ ઐયર ઓપનિંગ કરશે. રોહિત શર્મા વન ડાઉન અને  શ્રેયસ ઐયર ચોથા નંબરે આવશે. રૂતુરાજ ગાયકવાડ પાંચમા નંબરે આવશે જ્યારે વિકેટકીપર તરીકે ઋષભ પંત નહીં પણ ઈશાન કિશન હશે. ઈશાન કિશન છઠ્ઠા નંબરે આવશે.  સાતમા નંબરે અક્ષર પટેલ અને આઠમા નંબરે નંબરે  આર અશ્વિન હશે. અવેશ ખાન, હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાજ એ ત્રણ ફાસ્ટરને રાહુલ રમાડવા માગે છે કે જેથી ભવિષ્ય માટે તેમને તૈયાર કરી શકાય.


દ્રવિડ વેંકટેશ અય્યર અને હર્ષલ પટેલને ન્યુઝીલેન્ડ સામે તક આપવા મકક્મ છે.  આ બંને ખેલાડીઓએ IPL 2021માં શાનદાર પ્રદર્શન કરીને પસંદગીકારોને પ્રભાવિત કર્યા છે. IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા વેંકટેશ અય્યરે 10 મેચમાં 370 રન બનાવ્યા અને 3 વિકેટ લીધી. તેણે ઘણી મેચોમાં ટીમને જીત અપાવી હતી. બીજી તરફ હર્ષલ પટેલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા 15 મેચમાં 32 વિકેટ ઝડપી હતી. તે IPL 2021માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.


ન્યૂઝીલેન્ડ સામેની ભારતની નવી ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (ડબ્લ્યુકે), ઈશાન કિશન (ડબ્લ્યુકે), વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, અક્ષર પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.