પ્રથમ વનડે પહેલા રૉસ ટેલર ગભરાયો, કોહલી કરતાં પણ આ બે ખેલાડીઓને ન્યૂઝીલેન્ડ માટે ગણાવ્યા ઘાતક, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરૉસ ટેલરના મતે ટીમ ઇન્ડિયાની ઓપનિંગ જોડી જબરદસ્ત ફોર્મમાં છે, તેમની સામે યોગ્ય રણનીતિ બનાવવી પડશે. કેમકે રોહિત શર્મા મોટી ઇનિંગ રમવા માટે જાણીતો છે, જ્યારે ધવનનું ફોર્મ પણ ચિંતાનો વિષય છે, ધવન શરૂઆતી ઓવરોમાં ફાસ્ટ બૉલરો પર જબરદસ્ત એટેક કરી શકે છે.
રૉસ ટેલરનું કહેવું છે કે, હાલના સયમમાં કોહલી વનડેનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે, તેની સામે ગમે એવો બૉલરો નિષ્ફળ થઇ શકે છે. દરેક વ્યક્તિ કોહલી પર ધ્યાન આપી રહ્યુ છે, ત્યારે મારા મતે કોહલી સિવાય રોહિત અને ધવનને પણ રોકવા અનિવાર્ય છે.
ટેલર અનુસાર, કોહલી સર્વશ્રેષ્ઠ છે પણ રોહિત અને ધવન પછી તે આવે છે, ઓપનિંગ જોડી હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે, તેમનો અત્યાર સુધીનો રેકોર્ડ બહુજ સારો છે.
નવી દિલ્હીઃ આવતીકાલથી ભારત અને ન્યૂઝીલેન્ડને વચ્ચે વનડે સીરીઝની પ્રથમ મેચ નેપિયરમાં રમાવવાની છે, ત્યારે કીવી ટીમના અનુભવી ક્રિકેટરે પોતાની ટીમને ચેતવા માટે કહી દીધુ છે. રૉસ ટેલરે વિરાટની સાથે સાથે રોહિત અને ધવનને રોકવા માટે પણ તૈયાર રહેવા કહ્યુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -