આશીષ નહેરાને મળી મોટી જવાબદારી, આ IPL ટીમમાં રહેશે બોલિંગ કોચ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Jan 2018 06:22 PM (IST)

1
આરસીબીએ ન્યૂઝીલેન્ડના પૂર્વ સ્પિનર ડેનિયલ વિટોરીને મુખ્ય કોચ તરીકે યથાવત રાખ્યા છે. જે 2014થી ટીમ સાથે છે. આઈપીએલની હરાજી 27 અને 28 જાન્યુઆરીએ થશે. એવામાં ટ્રેંટ વુડહિલ અને એન્ડ્રયૂ મેકડોનાલ્ડની ભૂમિકાઓમાં બદલાવ કરવામાં આવ્યો છે.
2
આઈપીએલ લીગમાં કસ્ટર્ન અને નહેરા ટીમના મેંટરની ભૂમિકાની નિભાવશે. કસ્ટર્નનો આઈપીએલ ટીમ સાથે આ બીજો કાર્યકાળ રહેશે. તેના પહેલા 2015માં આ દિલ્લી ડેયરડેવિલ્સના કોચ રહી ચુક્યા છે.
3
નવી દિલ્લી: હાલમાંજ ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઝડપી બોલર આશીષ નહેરાને ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. નહેરાને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના બોલિંગ કોચ બનાવવામાં આવ્યા છે. સાથે પૂર્વ ભારતીય કોચ ગેરી કર્સ્ટનને બેટિંગ કોચની જવાબદારી આપી છે.