બેંગલુરુ: ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનના 51મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ રહી છે. સનરાઈઝર્સના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતી પ્રથમ બેટિંગ માટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા બેંગલુરુએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 218 રન બનાવ્યા છે અને હૈદરાબાદને જીત માટે 219 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો છે.
આરસીબી તરફથી એબી ડિવિલિયર્સ 69 અને મોઈન ઓલીએ 65 રન બનાવ્યા હતા. જ્યારે હૈદરાબાદ તરફથી રસીદ ખાને સર્વાધિક 3 વિકેટ ઝડપી હતી. આરસીબીને પ્લેઓફમાં પહોંચવા માટે સરરાઈઝર્સ સામે આ મેચ જીતવું જ પડશે.
જ્યારે સનરાઈઝર્સની ટીમ પહેલાથી જ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. સનરાઈઝર્સે 12 માંથી 9 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાન પર યથાવત છે. જ્યારે આરસીબીની ટીમ પાંચ મેચમાં જીત હાંસલ કરીને સાતમાં સ્થાન પર છે.