IPL 2018: મેગા ઇવેન્ટ અને ખેલાડીઓ માટે લેવામાં આવ્યો કરોડોનો વીમો, રકમ જાણીને ચોંકી જશો
આઈપીએલ ઇવેન્ટ દરમિયાન કોઈ મેચ કે ટિકિટ કેન્સલ થાય તો તેના માટે 1500 કરોડ રૂપિયાનો વીમો ઉતારવામાં આવ્યો છે. જેમાં કોઈ કારણથી મેચ વિલંબથી શરૂ થાય અને બ્રોડકાસ્ટરને નુકસાન જાય તો તેની ભરપાઇન પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રોના જણાવ્યા મુજબ બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) દ્વારા ટૂર્નામેન્ટ દરમિયાન ફ્રેન્ચાઇઝીને કોઈ પ્લેયર ગુમાવવો પડે તો પ્લેયર ફીનો 50 ટકા ઇન્સ્યોરન્સ પણ લેવામાં આવ્યો છે. જે માટે 35 કરોડથી 40 કરોડ રૂપિયા ટીમ દીઠ ખર્ચવા પડશે.
નવી દિલ્હીઃ આજે સાંજથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝન માટે આશરે 2,500 કરોડ રૂપિયાનો મેગા વીમો લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ બ્રોડકાસ્ટ કવરનો વીમો ગત વર્ષના 1300 કરોડથી વધારીને 1500 કરોડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રીમિયમમાં પણ લગભગ 4 ગણો વધારો થયો છે. પ્લેયર દીઠ આશરે 40 કરોડનું કવર લેવામાં આવ્યું છે.
આઈપીએલનો પ્રથમ મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ મુકાબલા પહેલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઉદ્ધાટન સમારોહ યોજાશે, જેમાં રિતિક રોશન, વરૂણ ધવન, પ્રભુદેવા અને જેકલીન ફર્નાન્ડીઝ જેવા સ્ટાર ભાગ લેશે. બોલીવુડ સ્ટાર્સ પોતાના પરફોર્મન્સથી દર્શકોનું મનોરંજન કરશે. ઓપનિંગ સેરેમની સાંજે 6 વાગ્યે શરૂ થશે. આશરે દોઢ કલાક સુધી ચાલનાર ઉદ્ધાટન સમારોહનું સમાપન 7.15 થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -