જેલમાં સલમાન જમ્યો નહીં, પણ સતત 3 કલાક સુધી કરી કસરત, ચોંકી ગયા પોલીસવાળા
સલમાનની વાત તેના પેરેન્ટ્સ સાથે ન થઇ શકી પણ તે પોતાની બહેનને મળ્યો હતો. સિંહે કહ્યું કે, “આપેલા 2 નંબરમાંથી 1 પર વાત કરવા માટે દરેક કેદીને મંજૂરી આપવામાં આવે છે. સલમાન ખાન આવ્યો ત્યારે તેણે તેના પિતા અને માતા સુશિલાના નંબર આપ્યા હતા. જો બંનેમાંથી એકેય નંબર પરથી કોઇ રિપ્લાય ન આવતાં સલમાન શનિવારે ફરી ફોન કરશે.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાંજે સલમાન ખાને ઑથોરિટી પાસે સ્નાન કરવા માટેની ભલામણ કરી હતી, જેની વ્યવસ્થા સલમાનના વોર્ડમાં જ કરવામાં આવી હતી. અધિકારીએ કહ્યું કે, “સલમાન ખડતલ માણસ છે, અન્ય કેદીઓને આપવામા આવી રહ્યું છે તે જ પાણી પોતે પણ પી રહ્યો છે.”
લન્ચ ન કરવા છતાં અભિનેત્રી પ્રિતિ જીન્ટા અને તેની બહેન અલવીરાને મળ્યા બાદ સલમાને જેલ સ્ટાને આશ્ચર્યમાં મૂકી દીધા જ્યારે તેણે 3.30 વાગ્યેથી એક્સસાઇઝ કરવાનું શરૂ કર્યું જે 6.30 વાગ્યા સુધી કરી હતી. રાત્રે 7-30 કલાકે સલમાનને કાકડી અને ટમેટાનું શાક, દાળ, અને રોટલી જમવામાં આવ્યા હતા.
ગુરુવારે અસ્વસ્થ સલમાન ખાન જ્યારે જેલ અધિકારીએ તેમને ડૉક્ટરની જરૂર છે કે નહીં પૂછતાં સલમાને આદર પૂર્વક ના પાડી દીધી હતી. જેલ સુપ્રીટેન્ડન્ટ વિક્રમ સિંહે જણાવ્યું કે, “અડધી રાતે સલમાન ખાન ઊંઘવા ચાલ્યો ગયો હતો અને વહેલી સવારે 6:30 વાગ્યે જેલનું સાયરન વાગતા થોડી મિનિટ માટે જાગી ગયો હતો અને બાદમાં ફરી ઊંઘી ગયો અને 8-30 કલાકે ઉઠી ગયો હતો.
સલમાન ખાને નાસ્તા માટે ના પાડી અને સ્ટાફને પૂછ્યું કે તે જેલ કેન્ટિનમાંથી કાંઇ ખરીદી શકે કે નહીં. વિક્રમ સિંહે કહ્યું કે, “સલમાન ખાને એક ગ્લાસ દૂધ અને બ્રેડ માગ્યું હતું જે તેને આપવામા આવ્યું.” વધારામાં જણાવ્યું કે સવારે 9:45 વાગ્યે તે પોતાના વોર્ડની અંદર આમથી તેમ ચાલી રહ્યો હતો અને તે અસ્વસ્થ જણાતો હતો, 11:30 વાગ્યે તેને માહિતી મળી કે તેની જામીન અરજી પર કોર્ટ શનિવારે નિર્ણય લેશે, જે બાદ સલમાને લંચ લેવાનું ટાળ્યું હતું.
જોધપુરઃ રાજસ્થાનના જોધપુરમાં કેદી નંબર 106 એટલે કે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને ગુરુવારે રાત્રે બોજન લીધું ન હતું. શુક્રવારે સવારે પણ તેણે ખાવાની ના પાડી દીધી. એક અહેવાલ અનુસાર આ દરમિયાન તેણે રોજની જેમ કરવામાં આવતી કસરત છોડી ન હતી. જેલના જ એક અધિકારીએ જણાવ્યું કે, સલમાન ખાને શુક્રવારે સાંજે અંદાજે ત્રણ કલાક સુધી કસરત કરી હતી. તેણે ક્રન્ચેસ, પુશ-અપ્સ, સ્કિપિંગ, જમ્પિંગ અને અન્ય કસરત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -