નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 2007નો ટી20 અને 2011નો આઈસીસી વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહે આજે નિવૃત્તિની જાહેર કરી હતી. 19 વર્ષની કરયિરનો અંત આવ્યો છે તેમ કહેતા જ યુવરાજ મીડિયા સામે ભાવુક થઈ ગયો હતો. યુવરાજને નિવૃત્તિની જાહેરાત કરવાની સાથે જ તેની સાથે રમી ચુકેલા ક્રિકેટરોએ ટ્વિટ કર્યા હતા.


યુવરાજે  304 વન ડે રમીને 8710 રન બનાવ્યા હતા. તેમણે 14 સદી ફટકારી હતી. વન ડે ક્રિકેટમાં યુવરાજના નામની 111 વિકેટ પણ નોંધાયેલી છે. કરિયરની અંતિમ વન ડે તે 30 જૂન, 2017ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે રમ્યો હતો.  T-20માં યુવરાજે 58 મેચ રમીને 1177 રન બનાવ્યા હતા. ટી 20માં તેમના નામે 8 અડધી સદી છે. ટી20માં તેમણે 28 વિકેટ લીધી હતી.  અંતિમ ટી20 1 ફેબ્રુઆરી,2017ના રોજ ઈંગ્લેન્ડ સામે રમ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં યુવતાજનું  બેટ અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યું નહોતું. તેણે 40 ટેસ્ટ રમીને 1900 રન બનાવ્યા હતા. તેમણે 3 સદી ફટકારી છે.

ઇન્ડિયાએ 2007માં ટી-20 વર્લ્ડ કપમાં યુવરાજે છ મેચમાં 148 રન બનાવ્યા હતા અને મેન ઓફ ધ સીરિઝ જાહેર થયો હતો. આ જ ટૂર્નામેન્ટમાં યુવરાજે ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડના છ બોલ બર છ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે 2011ના વર્લ્ડ કપમાં યુવરાજ મેન ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો.

ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે યુવરાજની નિવૃત્તિ પર કરેલું ટ્વિટ.


ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે યુવરાજની નિવૃત્તિ પર કરેલું ટ્વિટ.


ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અને યુવીના ખાસ મિત્રો પૈકીના એક ઝહીર ખાને યુવરાજની નિવૃત્તિ પર કરેલું ટ્વિટ.


IPLની 2019ની સીઝન યુવરાજ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. આઈપીએલ ફ્રેન્ચાઈઝીએ યુવીની નિવૃત્તિને લઈ આવું ટ્વિટ કર્યું હતું.


ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન મોહમ્મદ કૈફે યુવરાજ સાથેની તસવીર શેર કરીને આમ લખ્યું હતું.


ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર અને 2007 ટી20 વર્લ્ડકપની ફાઇનલ તથા 2011 વર્લ્ડકપ ફાઇનલમાં મહત્વની ભૂમિકા ભજવનારા ગૌતમ ગંભીરે પણ યુવરાજની નિવૃત્તિ બાદ આવું ટ્વિટ કર્યું હતું.


કઠુઆ કેસઃ ત્રણ દોષિતોને આજીવન કેદની સજા, ત્રણને 5 વર્ષની જેલ

ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ યુવરાજ સિંહ હવે શું કરશે ? જાણો શું છે તેનો ફ્યુચર પ્લાન

વર્લ્ડકપ 2019:  ટીમમાંથી બહાર કરવામાં આવતા ધ્રુસકે ધ્રસકે રડી પડ્યો અફઘાનિસ્તાનનો આ ક્રિકેટર

2011 વર્લ્ડકપના હીરો એવા આ ક્રિકેટરે આજે નિવૃત્તિની કરી જાહેરાત, કહ્યું- મેં ક્યારેય હાર નથી માની

13મી જૂને સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકી શકે છે વાવાઝોડું, હવામાન વિભાગે શું કહ્યું? જુઓ વીડિયો