નવી દિલ્હીઃ વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી મેચ વરસાદના કારણે રદ કરી દેવામાં આવી છે. બંન્ને ટીમોને એક એક પોઇન્ટ આપવામાં આવ્યો છે. આ અગાઉ વેસ્ટ ઇન્ડિઝની ટીમે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વરસાદના કારણે મેચ રોકાઇ ત્યારે સાઉથ આફ્રિકાએ 7.3 ઓવરમાં બે વિકેટના નુકસાન પર 29 રન ફટકાર્યા હતા. કૉટરેલે એઇડન માર્કેરમને 5 રને (10) વિકેટકીપર શાઇ હૉપના હાથમાં ઝીલાવી દીધો હતો જ્યારે ઓપનર હાશિમ અમલા 6 રન બનાવી આઉટ થયો હતો.
નોંધનીય છે કે સાઉથ આફ્રિકાની વર્લ્ડકપમાં આ ચોથી મેચ હતી. તે અગાઉ સતત ત્રણ મેચ હારી ચૂકી છે એવામાં સાઉથ આફ્રિકા માટે આ મેચ મહત્વની હતી. જ્યારે વેસ્ટ ઇન્ડિઝ ઓસ્ટ્રેલિયા સામે મળેલી હાર બાદ ફરીવાર જીતની લય મેળવવાનો પ્રયત્નમા હતી.
પ્લેઇંગ ઇલેવન ટીમ....
વેસ્ટ ઇન્ડિઝઃ- ક્રિસ ગેલ, ડેરેન બ્રાવો, શાઇ હોપ (વિકેટકીપર), નિકોલસ પૂરન, શિમરૉન હેટમેયર, જેસન હૉલ્ડર (કેપ્ટન), કાર્લોસ બ્રાથવેટ, એસ્લે નર્સ, શેલ્ડન કોટરેલ, ઓશાને થૉમસ, કેમર રોચ.
દક્ષિણ આફ્રિકાઃ- હાશિમ અમલા, ક્વિન્ટૉન ડીકૉક (વિકેટકીપર), ફાક ડૂ પ્લેસીસ (કેપ્ટન), એઇડન માર્કરમ, રૂસી વેન ડેર ડૂસેન, ડેવિડ મિલર, એન્ડીલે ફેહલૂકવાયો, ક્રિસ મૉરિસ, કગિસો રબાડા, ઇમરાન તાહિર, બેરૂન હેન્ડ્રીક્સ.
SA vs WI : વરસાદના કારણે મેચ રદ, બંન્ને ટીમોને 1-1 પોઇન્ટ
abpasmita.in
Updated at:
10 Jun 2019 02:50 PM (IST)
સાઉથ આફ્રિકા સતત ત્રણ હાર બાદ આજે જીત મેળવવા માટે પ્રયાસ કરશે તો વેસ્ટ ઇન્ડિઝ ઓસ્ટ્રેલિયા સામેની હારને ભૂલીને ફરીથી જીતના પાટા પર આવવાનો ટ્રાય કરશે

- - - - - - - - - Advertisement - - - - - - - - -