કોચ માટે કુંબલે જ સચિન-સૌરવ-લક્ષ્મણની પસંદ, કોહલીની હા બાદ લાગશે મોહર
તમને જણાવીએ કે, ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનાવ માટે અનિલ કુંબલેએ ફરીથી અરજી કરી છે. તેમના સિવાય ટીમ ઇન્ડિયા પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ, ઓસ્ટ્રેલિયાના ટોમ મૂડી, પાકિસ્તાનના પૂર્વ કોચ રિચર્ડ પાયબસ, ભારતીય ટીમના પૂર્વ મેનેજર લાલચંદ રાજપૂત અને પૂર્વ ફાસ્ટ બોલર ડોડા ગણેશે પણ અરજી કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર એડવાઈઝરી કમિટી બીસીસીઆઈને મોકલી દેવામાં આવશે અને સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલ પ્રશાસક સમિતીની આખરી મોહર લાગ્યા બાદ અનિલ કુંબલેનો ફરીથી કોચ બનવાનો રસ્તો સાફ થઈ જશે.
સચિન-સૌરવ-લક્ષ્મણને આ મુદ્દે કેપ્ટન વિરાટ કોહલી સાથે વાત પણ કરી છે. જોકે હાલમાં તેના પર કોઈ નિર્ણય થયો નથી. કમિટીની પ્રથમ પસંદ કુંબલે જ છે, જેનો નિર્મય કમિટી, બીસીસીઆઈ અને કેપ્ટિન વિરાટ કોહલી સાથે વાત કર્યા બાદ લેવામાં આવશે.
લંડનઃ ચેમ્પિયન્સ ટ્રોફીની વચ્ચે ભારતીય કોચની શોધ સતત જારી છે. વિતેલા કેટલાક દિવસથી આ મુદ્દે સતત ગતિવિધિઓ વધી રહી છે. શ્રીલંકાની વિરૂદ્ધ મેચ બાદ ક્રિકેટચ એડવાઈઝરી કમિટીના ત્રણેય સભ્યો સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મમની વચ્ચે બેઠક થવાની હતી. કહેવાય છે કે, ત્રણેય સભ્યોએ અનિલ કુંબલેનો કાર્યકાળ વધારવા માટે સહમતી દર્શાવી છે. જોકે તે તમામ કેન્ડિડેટ્સના ઇન્ટરવ્યૂ લેશે. ટૂંકમાં જ આ પ્રક્રિયા પણ શરૂ થઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -