નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામમાં દિવસે સૌનું દિલ જીતનાર જુનિયર ‘મફલરમેન’ને આમ આદમી પાર્ટીએ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે. અરદવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.



આમ આદમી પાર્ટીએ બેબી મફલરમેનને શપથગ્રહણમાં સામેલ થવા માટે ટ્વીટ કરીને આમંત્રણ આપ્યું છે. બેબી મફલરમેન ની તસ્વીર પોસ્ટ કરીને લખ્યું કે, ‘મોટી જાહેરાત: બેબી મફલરમેનને 16 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવે છે. તૈયાર રહે જૂનિયર’


ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પરિણામના દિવસે બેબી મફલરમેન આવ્યાનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી અને આ જૂનિયર મફલરમેન સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગયો છે.