નવી દિલ્હી: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર પોતાના પુત્ર અર્જૂનના ફેક એકાઉન્ટને લઈને ટ્વિટ કર્યું હતું. તેંડુલકરે આ મામલે ટ્વિટરને ફરિયાદ પણ કરી હતી કે તેમના પુત્રનું ફેક ટ્વિટર એકાઉન્ટ વિરુદ્ધ એક્શન લેવામાં આવે. એટલું જ નહીં તેંડુલકરે સાથે એ પણ સ્પષ્ટતા કરી કે તેમની દિકરી સારા કે અર્જૂન ટ્વિટર પર નથી.

વાસ્તવમાં અર્જૂન તેંડુલકરના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટના નામથી એક ટ્વિટર હેન્ડલથી કેટલીક વસ્તુઓ શેર કરવામાં આવી હતી. જેને લઈને તેંડુલકરે સ્પષ્ટતા કરવી પડી હતી.



તેંડુલકરે ટ્વિટમાં લખ્યું હતું કે, “હું એ વાતને સ્પષ્ટ કરવા માંગું છું કે અર્જૂન અને સારા ટ્વિટર પર નથી. ટ્વિટર પર @jr_tendulkar પરથી ખોટી રીતે ર્જૂનના નામથી ટ્વિટ્સ કરવામાં આવી રહ્યાં છે. હું ટ્વિટરને વિંનતી કરું છું કે આ મામલે જલ્દી કાર્યવાહી કરે.” તેંડુલકરના આ ટ્વિટ પર ટ્વિટર ઇન્ડિયાએ તરત જ પગલા લીધાં હતા અને અર્જૂન તેંડુલકરના ફેક એકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધું છે.


આ અગાઉ પણ તેંડુલકરે પોતાના સંતાનોના સોશિયલ મીડિયા એકાઉન્ટને લઈને સ્પષ્ટતા કરવી પડી હતી.