મુંબઈ: ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે પહેલીવાર પોતાના ઘરનાં પાર્કિંગમાં ડ્રાઈવરલેસ કારનો આનંદ માણ્યો હતો. સચિને શુક્રવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સચિન તેંડુલકર જે કારમાં બેસેલા જોવા મળ્યા તે કાર જાતે જ ચાલી રહી છે. એટલે આ કાર ડ્રાઈવરલેસ કાર છે.


આ વીડિયોને જોઈને એવું લાગી રહ્યું છે કે, કોઈ અદ્રશ્ય કાર ડ્રાઈવર તેમની કાર ચલાવી રહ્યું હોય. આ કારમાં સચિન ડ્રાઈવિંગ સીટ પર નહીં, પરંતુ તેની બાજુની સીટ પર બેસેલા જોવા મળ્યાં હતાં. જોકે હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


વીડિયોને શેર કરતા લખ્યું કે, મારી કાર ગેરેજમાં જાતે જ પાર્ક થવાનો રોમાંચક અનુભવ. એવું લાગ્યું કે જાણે મિસ્ટર ઈન્ડિયા (અનિલ કપુર)એ આને નિયંત્રણમાં લીધી છે. મને વિશ્વાસ છે કે, મારા મિત્રો સાથે વીકેન્ડનો સમય આ જ રીતે રોમાંચક રહેશે.