ભારતના ક્યા મહાન ક્રિકેટરે યુવરાજ સાથે દોસ્તી નિભાવીને તેને 1 કરોડ રૂપિયામાં ખરીદાવડાવ્યો?
આઇપીએલમાં એકસમયે સૌથી મોંઘા ખેલાડી તરીકે રહેલા યુવરાજને આ વખતે વેચાવવાના ફાંફાં પડી ગયા હતા. એક કરોડની બેઝપ્રાઇઝ ધરાવતા યુવરાજસિંહને કોઇ ખરીદવા તૈયાર ન હતુ ત્યારે તેના બેસ્ટ ફ્રેન્ડ અને ગુરુ સમાન સચીને તેનુ સન્માન જાળવ્યુ હતુ. સચીને યુવરાજને એક કરોડમાં મુંબઇની ટીમ સાથે સામેલ કરી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, સચીન મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો મેન્ટર છે, સચીની સાથે સાથે કૉચ ઝહીર ખાન અને કેપ્ટન રોહિત શર્માએ પણ યુવરાજને માન સાથે સામેલ કરવામાં મદદ કરી હતી.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ધાકડ ઓલરાઉન્ડર તરીકે ફેમસ થયેલા યુવરાજ માટે આ વખતની આઇપીએલ નિરસ રહી. 2011 અને 2007ના વર્લ્ડકપમાં મહત્વની ભૂમિકા ભજવનારા યુવરાજને આ વખતે કોઇ ફ્રેન્ચાઇઝીએ ખરીદવામાં રસ ન હતો દખાવ્યો. જોકે, છેલ્લે મુંબઇની ટીમે તેને ખરીદ્યો હતો.
ગઇ આઇપીએલ સિઝનમાં યુવરાજ પંજાબની ટીમે ખરીદ્યો હતો પણ યોગ્ય પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. 8 મેચોમાં 65 રન જ બનાવી શક્યો હતો, વળી બૉલિંગમાં બે ઓવર કરીને 23 રન આપ્યા હતા. આમ આઇપીએલની 2018ની સિઝન પણ યુવરાજ માટે ફેઇલ રહી હતી.
નોંધનીય છે કે, 2014માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે યુવરાજને અધધધ કિંમત 14 કરોડમાં ખરીદ્યો હતો, ત્યારબાદના વર્ષે દિલ્હીની ટીમે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -