બૉલીવુડના બે સ્ટાર એક્ટર સાથે મુંબઇની ગલીઓમાં ક્રિકેટ રમતો દેખાયો સચિન, વીડિયો વાયરલ
abpasmita.in | 30 Aug 2019 10:47 AM (IST)
ઉલ્લેખનીય છે કે માસ્ટર બ્લાસ્ટર સચિન અવાર નવાર ગલી ક્રિકેટ રમતો દેખાયો છે. જોકે, આ વખતે તે ફિલ્મી સ્ટાર્સ સાથે ક્રિકેટ રમતો દેખાયો હતો
મુંબઇઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે રાષ્ટ્રીય રમત દિવસના પ્રસંગે પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે એક એડ શૂટ દરમિયાન ક્રૂ મેમ્બર્સ સાથે ક્રિકેટ રમતો દેખાઇ રહ્યો છે. આ દરમિયાન ફિલ્મી સ્ટાર વરુણ ધવન અને અભિષેક બચ્ચન પણ સચિન તેંદુલકરની સાથે ક્રિકેટ રમવા માટે જોડાઇ જાય છે. આ વીડિયો સચિને પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. સચિનની સાથે બન્ને બૉલીવુ઼ડ સ્ટાર બેટિંગ અને બૉલિંગની મજા લઇ રહ્યાં છે. સચિન બેટિંગમાં કેનવાસના બૉલથી પણ ફટકા મારી રહ્યો છે. સચિને વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યુ કે, 'કામની સાથે રમતને મેળવવી ખરેખર ખુબ આનંદની વાત છે, એક શૂટ દરમિયાન ક્રૂની સાથે ક્રિકેટ રમવાની ખરેખર ખુબ મજા આવી, અને અભિષેક બચ્ચનની સાથે વરુણના આવવાથી ખુબ સારુ લાગ્યુ.' ઉલ્લેખનીય છે કે માસ્ટર બ્લાસ્ટર સચિન અવાર નવાર ગલી ક્રિકેટ રમતો દેખાયો છે. જોકે, આ વખતે તે ફિલ્મી સ્ટાર્સ સાથે ક્રિકેટ રમતો દેખાયો હતો.