કોંગ્રેસે પાટીદારોને બંધારણની કઈ જોગવાઈ હેઠળ અનામત આપવાની કરી ઓફર ? આ અનામતને કોર્ટમાં નહીં પડકારી શકાય
સૂત્રો કહે છે કે, પાસ સાથેની બેઠકમાં કપિલ સિબ્બલે અનામત માટે અનેક વિકલ્પ આપ્યા છે. બેઠકમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અત્યારે જે અનામતનો ક્વોટા છે તેમાં કોઈ પણ જાતની છેડછાડ કરવામાં નહીં આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાસ સાથેની બેઠકમાં કોંગ્રેસના કપિલ સિબ્બલે દાવો કર્યો હતો કે, આ અનામત ઓબીસી સહિત અન્યો માટે લાગૂ કરાયેલી 49 ટકા અનામતના દાયરામાં આવતી નથી. બંધારણના પરિશિષ્ટ 31 અન્વયે અનામતની જોગવાઈ કરવામાં આવે અને રાષ્ટ્રપતિની બહાલી મળે તો પછી તેને કોઈ કોર્ટમાં પડકારી ન શકાય તેવું સુરક્ષા કવચ આપ્યું છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાન ચૂંટણી ટાણે કોંગ્રેસ સત્તાથી નારાજ પાટીદાર વોટબેંકને ખુશ રાખવા ધમપછાડા કરી રહી છે. અનામત મુદ્દે કોંગ્રેસે પાટીદારોને જે બેથી વધુ ફોર્મ્યુલા ઓફર કરી છે. તેમાં બંધારણની કલમ 31 અને 38(2) અંતર્ગત પાટદારોને અનામત આપવાની ફોર્મ્યુલાનો પણ સમાવેશ થાય છે.
પાસ ટીમ અત્યારે સમાજના આગેવાનો સાથે કોંગ્રેસે આપેલી જુદી ફોર્મ્યુલા પર વાતચીત કરી રહી છે એ પછી સમાજ કહે તે મુજબ આગળ વધશે. પાસ ટીમ ચોક્કસ નિર્ણય લઈ લે તે પછી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ફરી એકવાર કોંગ્રેસ અને પાસ વચ્ચે બેઠક યોજાશે.
20 ટકા અલગ અનામત માટેની આ પ્રકારની ફોર્મ્યુલા કોંગ્રેસે આપી છે. કોંગ્રેસે એ પણ સ્પષ્ટ કર્યું કે, અનામતની જોગવાઈ ઓબીસી જેવી હશે પણ જાતિ આધારિત નહીં બલ્કે જરૂરિયાત આધારિત રહેશે. પાટીદારોને અનામતમાં મળતાં તમામ લાભો મળશે તેવી વાત કોંગ્રેસે કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -