સચિને શુક્રવારે એક જૂનો વીડિયો શેર કર્યો છે જેમાં તે પાણીવાળી પીચ પર પ્રેક્ટિસ કરતો નજર આવી રહ્યો છે. 46 વર્ષીય સચિને વીડિયો શેર કરતા લખ્યું કે, “રમત માટે પ્યાર અને ઝનૂન તમને હંમેશા પ્રેક્ટિસ માટે નવી તક આપવામાં મદદ કરે છે અને સૌથી ખાસ વાત એ કે તમે જે કરી રહ્યાં છો, તેને એન્જોય કરવાનું છે. ”
ઉલ્લેખનીય છે કે સચિને વર્ષ 2013માં ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. સચિને પોતાના કેરિયરમાં કુલ 34,357 રન બનાવ્યા છે. જેમાં 100 સદી પણ સામેલ છે.