મોટાભાગે એવું જોવા મળે છે કે જ્યારે વરસાદ થયા છે ત્યારે મેચ રદ કરવામાં આવે છે. આ વર્ષે થયેલ વર્લ્ડ કપ દરમિયાન પણ વરસાદના કારણે કેટલીક મેચ રદ થઈ હતી. જ્યારે ભારતના વેસ્ટઇન્ડીઝ પ્રવાસે પણ વરસાદનું વિધ્ન જોવા મળ્યું હતું.
પરંતુ ક્રિકેટના ભગવાન સચિન સામે તો વરસાદ પણ લાચાર બની જાય છે. 46 વર્ષના સચિને વીડિયો શેર કરતાં લખ્યું- રમત માટે પ્રેમ અને જુનૂન તમને હંમેશા પ્રેક્ટિસ કરવા માટે નવી તક આપવામાં મદદ કરે છે અને સૌથી ખાસ એ છે કે તમે જે કરી રહ્યા છો એનો આનંદ માણવાનો છે.
જ્યારે બોલર બોલિંગ કરે છે તો બોલ પાણીમાં પડીને સચિન તરફ આવે છે. જે પાણીમાં પડ્યા બાદ અને વરસાદના કારણે દેખાતો પણ નથી. તેમ છતાં સચિન પ્રેક્ટિસ દરમિયાન શાનદાર શોટ્સ લગાવતા નજરે આવી રહ્યા છે. લખાય ત્યાં સુધી સચિનના આ વીડિયોને 4 હજારથી વધુ લોકોએ રિટ્વીટ કર્યો છે. જ્યારે 45,900થી વધુ લાઇક્સ મળ્યા છે.