કાશ્મીર મુદ્દે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આફ્રિદીને ઝાટકી નાંખ્યો, જાણો શું કહ્યું...
કોહલી બાદ એક કાર્યક્રમમાં વિશ્વકપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવે પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘હું દંગ છું કે, આપણે આફ્રિદીની વાતને આટલી હાઈપ આપી રહ્યાં છીએ. તે છે કોણ? આપણે આવા લોકોને વધારે મહત્વ આપવાની જરૂર નથી.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોહલીએ કહ્યું હતું કે, તે કોઈપણ એવી વ્યક્તિ કે વસ્તુને સપોર્ટ નહીં કરે જે ભારતના હિતોની વિરુદ્ધમાં હોય. વિરાટે કહ્યું કે, ‘એક ભારતીય તરીકે તમે આમ જ કહેશો, જે આપણા દેશના હિતમાં છે તે જ મારા હિતમાં છે. હું દેશના વિરોધમાં કામ કરતા કોઈને સપોર્ટ નહીં કરું.’
અગાઉ આફ્રિદીને ઘણા દિગ્ગજ ભારતીય ક્રિકેટર્સે પણ અરિસો દેખાડ્યો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, સુરેશ રૈના અને પૂર્વ કેપ્ટન કપિલ દેવે આફ્રિદીએ આા કૉમેન્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
જણાવી દઈએ કે, મંગળવારે શાહિદ આફ્રિદીએ કાશ્મીર મુદ્દે ટ્વીટ કરી હતી. તેણે તાજેતરમાં ભારતીય સેના દ્વારા કાશ્મીરમાં મારવામાં આવેલા 12 આતંકીઓને નિર્દોષ ગણાવતા સંયુક્ત રાષ્ટ્રને ભારત અધિકૃત કાશ્મીરમાં હસ્તક્ષેપ કરવાની માગણી કરી હતી. ન્યૂઝ એજન્સી ANIએ સચિનના હવાલાથી લખ્યું કે, ‘અમારી પાસે ક્ષમતાવાન લોકો છે, જેમની પાસે દેશને સારી રીતે ચલાવવાની ક્ષમતા છે. અમારી બાબતોમાં કોઈ બહારના વ્યક્તિએ એ જણાવવાની જરૂર નથી કે, અમારે શું કરવાનું છે.’
નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિત આફ્રીદી દ્વારા કાશ્મીરની હાલની સ્થિતિને લઈને આપવામાં આવેલ નિવેદન પર હવે ભારત રત્નથી સન્માનિત દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે પ્રતિક્રિયા આપી છે. સચિને કહ્યું કે, અમારી પાસે દેશ ચલાવવા માટે યોગ્ય લોકો છે. બહારની કોઈ વ્યક્તિ પાસેથી જાણવાની કે અમને એ બતાવવાની જરૂર નથી કે અમારે શું કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગૌતમ ગંભીર, વિરાટ કોહલી અને કપિલ દેવ પણ આફ્રીદીના નિવેદન પર તેની ઝાટકી કાઢી ચૂક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -