મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં લોકડાઉન હજુ યથાવત રહેશે, કારણ કે જો તેને ખોલવામાં આવશે તો કોરોના સંક્રમણ વધુ ફેલાશે અને તેનાથી સંકટ વધી શકે છે. અમરિન્દર સિંહે કહ્યું કે અમે પહેલા લોકડાઉન કર્યું અને બાદમાં કર્ફ્યૂ લગાવ્યું. બાદમાં લોકો સુધી જરૂરી વસ્તુઓ પહોંચાડવાની વ્યવસ્થા કરી.
તેમણે વધુમાં કહ્યું, રાજ્યમાં કર્ફ્યૂ લગાવવાથી એક સારી વસ્તુ એ પણ થઈ કે ડ્ર્ગની તસ્કરીની ચેન ટૂટી ગઈ છે. તેનાથી અમે ખુશ છે અને આ દિશામાં આગળ કામ કરવામાં આવશે.તેના માટે એક ટાસ્ટ ફોર્સ પણ લગાવવામાં આવી છે. જે એક રણનીતિ બનાવી રહી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના વાયરસના મામલા શરૂ થયા બાદ લગભગ દોઢ લાખ લોકો વિદેશથી પંજાબમાં આવ્યા છે. અમે તપાસ કરી અને લોકોને ક્વોરન્ટાઈનમાં રાખ્યા છે. મોટા ભાગના લોકો તેમાંથી બહાર આવી ગયા છે. તેમણે કહ્યું હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. રાજ્યમાં કુલ 151 લોકો સંક્રમિત છે અને અત્યાર સુધી 11 લોકોના મોત થયા છે.
રાજસ્થાન: જયપુરમાં એક યુવકની બેદકારીથી 126 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા